શ્રીલંકામાં સાંપ્રદાયિક હિંસા બાદ ફરી કરફ્યુ લદાયો, 100થી વધુ લોકોની ધરપકડ
શ્રીલંકાની પોલીસે ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે ભડકેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં આજે ફરીથી કરફ્યુ લગાવી દીધો અને 100થી વધુ લોકોની ધરપકડ કરી. પ્રશાસન દ્વારા દેશભરથી કરફ્યુ હટાવ્યાના ગણતરીના કલાકોમાં આ જાહેરાત કરાઈ. ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પોલીસ પ્રવક્તા એસ પી રુવાન ગુણાશેખરે જણાવ્યું કે ઉત્તરી પશ્ચિમી પ્રાંત અને ગાંપાહા પોલીસ ક્ષેત્રમાં બુધવારે મોડી રાતે સાત વાગ્યાથી ગુરુવારે સવારે ચાર વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન એક સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે સ્થિતિ હવે પૂરી નિયંત્રણમાં છે.
Trending Photos
કોલંબો: શ્રીલંકાની પોલીસે ઈસ્ટરના દિવસે થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે ભડકેલી સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં આજે ફરીથી કરફ્યુ લગાવી દીધો અને 100થી વધુ લોકોની ધરપકડ કરી. પ્રશાસન દ્વારા દેશભરથી કરફ્યુ હટાવ્યાના ગણતરીના કલાકોમાં આ જાહેરાત કરાઈ. ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબ પોલીસ પ્રવક્તા એસ પી રુવાન ગુણાશેખરે જણાવ્યું કે ઉત્તરી પશ્ચિમી પ્રાંત અને ગાંપાહા પોલીસ ક્ષેત્રમાં બુધવારે મોડી રાતે સાત વાગ્યાથી ગુરુવારે સવારે ચાર વાગ્યા સુધી કરફ્યુ ચાલુ રહેશે. આ દરમિયાન એક સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે સ્થિતિ હવે પૂરી નિયંત્રણમાં છે.
શ્રીલંકાના વાયુસેનાના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન ગિહાન સેનેવિરાત્ને કહ્યું કે વાયુસેના ગેરકાયદે રીતે ભેગ થવા અને હિંસાના કૃત્ય પર રોક લગાવવામાં મદદ માટે દિવસ રાત હેલિકોપ્ટર તહેનાત કરશે. તેમણે કહ્યું કે "અમે આવી ગતિવિધિઓમાં સામેલ લોકો અંગે આકાશમાંથી ફોટોગ્રાફિક પુરાવા ભેગા કરવા અને કાયદો તોડનારા વિરુદ્ધ આવા પુરાવા મોકલવા માટે અગાઉથી જ પગલાં ઉઠાવ્યાં છે."
જુઓ LIVE TV
ગુણશેખરે જણાવ્યું કે સૌથી વધુ પ્રભાવિત પશ્ચિમ પ્રાંતમાં મુસ્લિમ વિરોધી હિંસાને લઈને ઓછામાં ઓછા 78 લોકો પકડાયા છે. બાકી સંદિગ્ધો દેશના અન્ય ભાગોમાંથી પકડાયા છે. આ બધા વચ્ચે નાણા મંત્રી મંગલા સમરવીરાએ કહ્યું કે શ્રીલંકાને આતંકવાદી હુમલા બાદની સ્થિતિમાં અમેરિકા કે કોઈ અન્ય દેશમાંથી સેના બોલાવવાની જરૂર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે